visiter

શુક્રવાર, 26 ઑક્ટોબર, 2012

ટેકનોલોજી વિષે આટલું જાણો


બોઇંગ ૭૪૭ એરલાઇનર ૫૭,૨૮૫ ગેલન ફ્યુલ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે.
ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે, હજુ પણ પૃથ્વીના પેટાળમાં એકતાલીસ હજાર ટન સોનું સંગ્રહાયેલું છે.
વિશ્વનો સૌથી પહેલો ફોટોગ્રાફ ૧૯૨૨માં ફ્રેન્ચ ફોટોગ્રાફર જોસેફ નાઈસફોર નિપ્સીએ ખેંચ્યો હતો.
૧૮૬૫ની સાલમાં વરાળથી ચાલતાં વાહનોની ઝડપ કલાકના છ કિ.મી.ની રહેતી હતી.
એન્ઝો ફેરારીએ ફેરારી કંપનીની સ્થાપના કરી હતી.
પહેલી પ્રેક્ટિકલ બાઈકની શોધ ૧૮૮૫માં જર્મન સંશોધક ગોટલિએબ ડેમલરના ફાળે જાય છે.
રોકેટનો ઉદ્ભવ તેરમી સદીમાં ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે.
ઘડિયાળની શોધ પીટર હેલનેને કરી હતી.
ભારતમાં રેલવે એન્જિન બનાવવાનું કામ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે.
સર આઈઝેક ન્યૂટને તેમના સંસદના કાર્યકાળ દરમિયાન માત્ર એક જ વાર શબ્દો ઉચ્ચાર્યા હતા અને તે પણ સંસદગૃહની બારી ખોલવા માટે તેમણે કરેલી વિનંતી હતી.
દૂરબીનની શોધ ઈ.સ. ૧૬૦૮માં થઈ હતી.
ભારતમાં પ્રથમ ટેલિફોન એક્સચેન્જ કોલકતા ખાતે ૧૮૮૧માં કાર્યરત થયું હતું.
ભારતમાં પ્રથમ ટેલિવિઝન મથક ૧૯૫૯માં દિલ્હી ખાતે સ્થાપવામાં આવ્યું હતું.
રિગ્લી'સ ગમ નામની પ્રોડક્ટ પર પહેલી વાર બારકોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
૧૯૩૭માં નાયલોનમાંથી મોજાં બનાવવાની શરૃઆત કરવામાં આવી હતી
૧૫૮૯માં વિલિયમ લી નામની વ્યક્તિએ મોજાં તૈયાર કરવાના મશીનની શોધ કરી હતી.
બોઈંગ ૭૪૭માં ૫૭,૨૮૫ ગેલન બળતણ વપરાય છે.
હાલમાં ટાઈપિંગ માટે જે કી-બોર્ડ વાપરવામાં આવે છે તેની શોધ અને ડિઝાઈન ૧૮૬૮માં ક્રિસ્ટોફર શોલ્સે તૈયાર કરી હતી.
વિશ્વની પ્રથમ વીડિયો ગેમ વિલી હિંગિંગબોથમ દ્વારા શોધવામાં આવી હતી.
વિશ્વની પ્રથમ ફોટોગ્રાફિક ઈમેજ જોસેફ નિપ્સે ૧૮૨૭માં ડેવલોપ કરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો