વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે તેઓ ગ્રાફીનની મદદથી એવો સ્માર્ટફોન બનાવશે, જે તમારી કલ્પના કરતાં પણ પતલો હશે. એટલે કે આ સ્માર્ટફોન કાગળની જેટલો પતલો આવશે. ગ્રાફીનને સ્ટીલ કરતાં 100 ગણું મજબૂત માનવામાં આવે છે. ગ્રાફીનની મદદથી બનનાર સ્માર્ટફોન આઈટીની દુનિયામાં એક ક્રાંતિ સર્જી શકે છે.
આ સ્માર્ટફોન પતલો હોવાની સાથે પારદર્શી પણ રહેશે. અમેરિકી કેમિકલ સોસાયટીએ જણાવ્યું હતું કે, 'સ્માર્ટફોનની ટેક્નોલોજીમાં ગાફ્રીનનો ઉપયોગ કરવો યોગ્ય સાબિત થઈ શકે છે. હીરા અને કોલસાની જેમ ગ્રાફીન પણ કાર્બન દ્વારા બને છે. ગ્રાફીનમાં કાર્બનનાં અણુ અલગ અલગ દિશાઓમાં હોય છે, જેથી તે મજબૂત હોય છે.'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો