- ૨૧ દિવસમાં ખુલાસો અને ૧૫ દિવસમાં જવાબ આપવા તાકીદ
હવે તમામ શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કેમ ન કરવી તે સંદર્ભનો ખુલાસો કરતી નોટિસ ફટકારી છે. તમે માહિતી આપવામાં નિષ્ફળ ગયા હોય તમારી સામે પગલાં કેમ નહીં ભરવા તેવું નોટિસમાં જણાવ્યં છે. વસ્ત્રાલની ભાવના ગર્લ્સ હાઇસ્કુલે અરજદારને એવી ઉડાઉ માહિતી આપી હતી કે વરસાદમા પૂરમાં અમારા રેકોર્ડનો નાશ થઇ ગયો છે. વાસ્તવમાં આ સ્કૂલ ટેકરા પર ચાલે છે. ૧૯૯૫ની સાલમાં પણ ભૂતિયા વિદ્યાર્થીઓ અને બોગસ એલસીકાંડ બહાર આવ્યં હતું, જ્યાં ઘણી સ્કૂલો સામે સરકારે દોઢથી પાંચ લાખ સુધી વસૂલાત કરવાનો ઓર્ડર કરાયો હતો.
કઈ શાળાઓને નોટિસ ફટકારાઈ
ભાવના ગલ્સ હાઇસ્કૂલ-વસ્ત્રાલ, ભરત હાઇસ્કૂલ-થલતેજ, સારસ્વત વિદ્યાવિહાર-ઘાટલોડિયા, નૂતન વિદ્યાવિહાર-ઘાટલોડિયા, ગીતા હાઇસ્કૂલ-રાણીપ, આદર્શ કન્યાવિદ્યાલય-ચાંદલોડિયા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો