visiter

મંગળવાર, 23 ઑક્ટોબર, 2012

આ છે... 25 હજાર ખેલૈયાનો ગુજરાતનો સૌથી મોટો ગરબો

- સુમધુર સંગીત આગવી ઓળખ


 તારીખ 23 ઓકટોબર, 2012


નવલી રાતમાં ગરબે ઘુમવાના દિવસો હવે પૂર્ણ થવાને આરે છે..આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે. ગરબા રમવા માટે હવે એક વર્ષની વાટ જોવી પડશે તેવો અહેસાસ ગરબા રસિકો માટે દુઃખદાયી હોય છે. વડોદરાના યુનાઈટેડ-વે ગરબા મેદાનમાં ગરબાનો માહોલ સોળે કળાએ ખિલ્યો છે. અંદાજીત પચ્ચીસ હજારથી વધુ ખેલૈયા એક જ મેદાનમાં એક સાથે ગરબા રમતા હોય તેવી અનોખી ઘટના માત્ર વડોદરામાં જ શકય છે.


ગરબાના કેપિટલ વડોદરામાં નવરાત્રિનો આ અંતિમ દિવસ મનભરીને માણવાનાં અભરખાં સાથે લાખો ખેલૈયાઓ થનગની રહ્યા છે.


રંગબેરંગી પહેરવેશ, ઝાકઝમાળ લાઈટિંગ અને ગરબા રમવા પ્રેરિત કરે તેવુ સુમધુર સંગીત વડોદરાની આગવી ઓળખ બની ચુક્યુ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો