પ્રાથમિક શિક્ષકોના વિકલ્પ કેમ્પમાં
લોકભારતીના સ્નાતકોને ન બોલાવતાં શિક્ષકોએ વડી અદાલતમાં ધા નાખી...
પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગનાં નિયામક અને
ડીપીઇઓને પ્રતિવાદી તરીકે જોડી સી.એ. દાખલ કરવા ૧૫ ઓક્ટોબરની નોટીસ નહી
કરવા હુકમ.,
ભાવનગર, મંગળવાર
પ્રાથમિક શિક્ષકોના વિકલ્પ કેમ્પમાં
લોકભારતીનાં સ્નાતકોને ન બોલાવાતા શિક્ષકોએ વડી અદાલતમાં સ્પેશિયલ સિવિલ
એપ્લીકેશન દાખલ કરી છે. વડી અદાલતે ૧૫ ઓક્ટોબરની નોટીસ જારી કરવા હુકમ કરેલ
છે.
ગુજરાત સરકાર દ્વારા ધો.૬ થી૮ને
ઉચ્ચ પ્રાથમિક વિભાગમાંસમાવવા કાયદા મુજબ કરાયેલ નિર્ણયના અનુસંધાને તે
વિભાગમાં શિક્ષકો તરીકે નિમણૂંક પામવા હકદાર અને લાયકાત ધરાવતા પ્રાથમિક
શિક્ષકોને વિકલ્પ કેમ્પમાં તે અંગે પસંદ કરવામાં આવે છે. પરંતુ જે
વિદ્યાર્થીઓ સમાજવિદ્યાના વિષય સાથે સ્નાતક થયા હોય તેવા લોકભારતીના
સ્નાતકોને આવા વિકલ્પ કેમ્પમા પસંદ કરવાનાધોરણોમાં પસંદ ન કરવાનો અને તેઓને
વિકલ્પ કેમ્પમાં ન બોલાવવાના નિર્ણય થતાં ભરતભાઇ સોંડાભાઇ, ધીરૃભાઇ
ચીથરભાઇ, અમીતભાઇ ફાજલભાઇ, રતીલાલ ટપુભાઇ કાનજી દાનજીભાઇ, જીણાભાઇ માયાભાઇ,
વસ્તાભાઇ શંભુભાઇ, રણછોડભાઇબેલાભાઇ , વસંતભાઇ નવલસંગભાઇતથા વનીતાબેન
વાલજીભાઇએ તેઓસણોસરા લોકભારતી સંસ્થામાંથી સમાજવિદ્યાના મુખ્ય વિષય સાથે
સ્નાતક અને ઉપરની પદવી ધરાવે છે તથા તેઓપ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે
છે. તેમ છતાં તેઓને ભેદભાવભર્યુ વર્તન રાખી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગનો
વિકલ્પ નહીં આપી તેમની સાથે ભેદભાવભર્યુ વર્તન કરવામાં આવેલ છે અનેબંધારણની
કલમ ૧૪ તથા ૧૬નો ભંગ કરવામાં આવ્યો છે. તેવી તકરાર ઉઠાવી તેઓને વિકલ્પ
કેમ્પમાં બોલાવવા તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં પસંદગી અને નિમણુક
મેળવવા હકદાર હોવાનું જણાવી ગુજરાતની વડી અદાલતમાં સચિવપ્રાથમિક શિક્ષણ
વિભાગ, નિયામક ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગ, તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણ
અધિકારી ભાવનગર સામે સ્પેશીયલ સીવીલએપ્લીકેશન દાખલ કરતા વડી અદાલતે આતમામ
સામાવાળાઓને અરજદાર શિક્ષકોની તકરારના અનુસંધાને જવાબ આપવા સારૃ
૧૫મીઓક્ટોબર-૨૦૧૨ની નોટીસ જારી કરવા હુકમ કરેલ છે.
લોક ભારતી સણોસરાના આ
સ્નાતકોએ એવુ જણાવ્યું છે કે, જામનગર પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ જ
પ્રકારની લાયકાત ધરાવતા શિક્ષકોને વિકલ્પ કેમ્પમાં બોલાવવામાં આવેલ છે. વળી
ભાવનગરમાં આ પ્રકારનો કેમ્પજુલાઇ ૨૦૧૨માં યોજાયો ત્યારે અરજદાર શિક્ષકોએ
તેમના વકીલ મારફત નોટીસ આપેલીપરંતુ તેનો કોઇ જવાબ આપવામાં આવેલ નથી, અને
બંધારણની કલમ ૧૪ અને ૧૬નો ભંગ થાય તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં
અરજદાર શિક્ષકો પસંદગી આપી પસંદ થવા હકદાર હોવા ચતાં તેમની સાથે અન્યાયી
વલણ ચાલુ રાખવામાં આવેલ છે. તેથી તેમના અધિકારો માટે દાદ માગવા માટે નામદાર
વડી અદાલતમાં આ રીટ પિટીશન દાખલ કરેલ છે. જેની સુનવણી વિગેરેની કાર્યવાહી
૧૫ ઓક્ટોબરનાં રોજ હાથ ધરાશે.
લોક ભારતી સણોસરાના આ સ્નાતકોએ એવુ જણાવ્યું છે કે, જામનગર પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ જ પ્રકારની લાયકાત ધરાવતા શિક્ષકોને વિકલ્પ કેમ્પમાં બોલાવવામાં આવેલ છે. વળી ભાવનગરમાં આ પ્રકારનો કેમ્પજુલાઇ ૨૦૧૨માં યોજાયો ત્યારે અરજદાર શિક્ષકોએ તેમના વકીલ મારફત નોટીસ આપેલીપરંતુ તેનો કોઇ જવાબ આપવામાં આવેલ નથી, અને બંધારણની કલમ ૧૪ અને ૧૬નો ભંગ થાય તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં અરજદાર શિક્ષકો પસંદગી આપી પસંદ થવા હકદાર હોવા ચતાં તેમની સાથે અન્યાયી વલણ ચાલુ રાખવામાં આવેલ છે. તેથી તેમના અધિકારો માટે દાદ માગવા માટે નામદાર વડી અદાલતમાં આ રીટ પિટીશન દાખલ કરેલ છે. જેની સુનવણી વિગેરેની કાર્યવાહી ૧૫ ઓક્ટોબરનાં રોજ હાથ ધરાશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો