એપલનો આઇફોન-૫ ભારતમાં આ મહિને લોચ થશે કે નહિ તે અંગે હજી અસમંજસની સ્થિતિ છે ત્યારે એપલ તેના ગેજેટ આઇપેડનું સૌથી નાનું અને સસ્તું વર્ઝન 'આઇપેડ મિની' લોન્ચ કરવા જઈ રહી છે, જોકે આઇપેડ મિની લોન્ચિંગ પહેલેથી જ ચર્ચામાં રહ્યું છે.
- એપલ આઇપેડનું મિની વર્ઝન નવેમ્બરે માર્કેટમાં લાવશે, કિંમત લ્લ૧૩,૩૨૫થી લ્લ૨૧,૩૫૨
લોન્ચિંગ માટેની આમંત્રણપત્રિકાઓ વહેંચવામાં આવી હોવાનો અમેરિકન અખબારનો અહેવાલ
કેવી હશે આઇપેડ મિનીની વિશેષતાઓ?
સ્ક્રીન : આઇપેડ મિનીનો સ્ક્રીન ૭.૮૫ ઇંચનો છે. તેનો આકાર
આઇફોન-૫થી મોટો હશે. મોટા ભાગના આઇપેડમાં દસ ઇંચનો સ્ક્રીન હોય છે. મિની
સાઇઝમાં પોર્ટેબલ ટચ સ્ક્રીન તેની ખાસિયતો પૈકી એક છે.અદ્ભુત એપ : એપલ તેના ગેેજેટ્સમાં વિવિધ એપ્લિકેશન્સને લીધે લોકપ્રિય છે. તે અન્ય કંપનીઓથી વધુ સારા એપ્સ અને ટોન્સ મામલે આગળ છે. આઇપેડ મિનિના સુંદર એપ્સ અને ટોન યૂઝર્સને આકર્ષશે.
ફીચર્સ : મિની આઇપેડમાં એન્ડ્રોઇડ ટેબ્લેટની સરખામણીએ વધુ ફીચર્સ છે. એપલે યૂર્સને આકર્ષવા તેમાં ફ્રન્ટ અને રિયર બંને તરફથી કેમેરાના ફીચર્સ આપ્યા છે, તે મિની આઇપેડનું સૌથી સુંદર ફીચર સાબિત થઈ શકે છે.
કિંમત : એપલની અન્ય પ્રોડક્ટની સરખામણીએ આઇપેડ મિની આમ આદમીને આકર્ષશે. એપલનાં અન્ય ગેજેટ્સની અપેક્ષાએ તેની કિંમત ઓછી છે. તેથી તે લોકોને વધુ પસંદ આવશે.
ઓપરેટિંગ સિસ્ટમ : આઇપેડ મિનીમાં ઓપરેટિંગ સિસ્ટમ આઇઓએસનું નવું વર્ઝન આઇઓએસ-૬ હોઈ શકે છે. તેનાથી યુઝર્સને એન્ડ્રોઇડથી અલગ ઓપ્શન મળી શકે છે.
૪ સ્ટોરેજ ઓપ્શન્સ સાથે ૧૬ મોડલ્સ
'આઇપેડ મિની'ને ૪ સ્ટોરેજ ઓપ્શન્સ સાથે ૧૬ અલગ અલગ મોડલમાં લોન્ચ કરવામાં આવશે. આઇપેડ મિનીનું સૌથી સસ્તું વર્ઝન આઠ જીબી વાઇફાઇ હશે. ૧૩,૩૨૫થી
૨૧,૩૫૨ રૃપિયા સુધીની હશે. જ્યારે સૌથી મોંઘું મોડલ ૬૪ જીબી ૪-જી વર્ઝન
હશે, જેની કિંમત લગભગ ૩૨,૦૦૦થી ૩૫,૦૦૦ રૃપિયા સુધીની હશે.
મેકબુક પ્રો પણ લોન્ચ
કરી શકે છે
આઇપેડ મિનીનો સૌથી કટ્ટર હરીફ ગૂગલનો નેક્સસ ૭ ટેબલ્ટ છે, જોકે તેની કિંમત આઇપેડ મિનીની સાથે એપલ ૧૩ ઇંચનો રેટિના ડિસ્પ્લે ધરાવતી મેકબુક પ્રો પણ લોન્ચ કરી શકે છે.
ટેબ્લેટ બેટલ
બર્નિસ શ્ નોબલ નૂક એચડી
૭ ઇંચનો સ્ક્રીન
૧,૪૪૦ બાય ૯૦૦ એચડી એલસીડી
બેટરી ૧૧ કલાક ચાલી શકે છે
એમેઝોન એપસ્ટોરમાં ૫૦,૦૦૦ એપ્સ
આરંભિક કિંમત : ૧૯૯ ડોલર
વાઇફાઇ
એચડી ફ્રન્ટ ફેસિંગ કેમેરા
એપલ આઇપેડ
૯.૭ ઇંચનો સ્ક્રીન, મિની આઇપેડમાં ૭.૫ ઇંચનો સ્ક્રીન૨,૦૪૮ બાય ૧,૫૩૬ રિઝોલ્યુશન
બેટરી ૧૦ કલાક ચાલી શકે છે
૨,૫૦,૦૦૦ આઇપેડ એપ્સ
આરંભિક કિંમત : ૪૯૯ ડોલર
વાઇફાઇ અને એડી ફ્રન્ટ કેમેરા
કિંડર ફાયર એડી
૭ ઇંચનો સ્ક્રીન
૧૨,૮૦૦ બાય ૮૦૦ ડિસ્પ્લે
બેટરી ૧૧ કલાક ચાલી શકે છે
એમેઝોન એપસ્ટોરમાં ૫૦,૦૦૦ એપ્સ ઉપલબ્ધ
આરંભિક કિંમત : ૧૯૯ ડોલર
વાઇફાઇ અને એચડી ફ્રન્ટ ફેસિંગ કેમેરા
માઇક્રોસોફ્ટ સર્ફેસ
૧૦.૬નો ઇંચ સ્ક્રીન
સ્ક્રીન કીબોર્ડ જેવડો
બેટરી ૯ કલાક ચાલી શકે છે
આરંભિક કિંમત : ૩૯૯ ડોલર
વાઇફાઇ
એપલે લોન્ચિંગ માટે વહેંચેલી આમંત્રણપત્રિકામાં લખવામાં આવ્યું છે કે, અમે તમને કંઈક વધુ બતાવવા માગીએ છીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો