visiter

મંગળવાર, 23 ઑક્ટોબર, 2012

આઈન્સ્ટાઈન

બાળપણમાં આઈન્સ્ટાઈનની ગણતરી ઠોઠ નિશાળીયા તરીકે થતી હતી. એ નાના હતા ત્યારે તેમને ડિક્સલેસિયા નામની મગજની બીમારી થયેલી. પરિણામે નાનપણમાં તેનો વિકાસ બહુ ધીમો હતો. ૯ વર્ષ સુધી એ સરખું બોલતા શીખી શક્યા ન હતા તો વળી ૧૮૯૪માં તેમને સ્કુલમાંથી કાઢી મુકવામાં આવેલા. 
 
૧૯૦૫માં ૨૬ વર્ષની વયે આઈન્સ્ટાઈને બ્રહ્માંડ સમય અને અવકાશ (ટાઈમ એન્ડ સ્પેસ) બન્નેના મિશ્રણથી બનેલું છે એવી જાહેરાત કરી ભૌતિકશાસ્ત્રમાં ખળભળાટ મચાવી દીધેલો. તેમની આ શોધ પછી બ્રહ્માંડ વિશેના ભુતકાળના બધા ખ્યાલો ખોટા પડ્યા અને વિજ્ઞાનની થિયરીઓ નવેસરથી લખાઈ. 
 
થોમસ હાર્વેએ મગજને કાઢી લીધા પછી તેના ૨૪૦ ટુકડા કરી વિવિધ ન્યૂરોસાયન્ટિસ્ટ (મગજના જાણકાર)ને તપાસ માટે મોકલેલા. એ દરમિયાન ૧૯૭૨માં ‘આઈન્સ્ટાઈનઃ ધ લાઈફ એન્ડ ટાઈમ’ નામનું પુસ્તક પ્રગટ થયું. જેમાં લખેલું હતું કે આઈન્સ્ટાઈન પોતે ઈચ્છતા હતા કે તેનું મગજ સંશોધન માટે વપરાય. એ પછી વિજ્ઞાનીઓ તપાસે વળગ્યા અને બાદમાં ખબર પડી કે આઈન્સ્ટાઈનનું બ્રેઈન તો ખરેખર તપાસ માટે ઉપલબ્ધ છે! 
 
આઈન્સ્ટાઈને ફોટો વોલ્ટિક ઈફેક્ટની શોધ કરેલી. તેના સિદ્ધાંત પ્રમાણે જ સૌર ઉર્જા મળી શકે છે. ઘરના છાપરા પર કે ખુલ્લા આકાશ નીચે સોલાર સેલ ગોઠવીને ઉર્જા મેળતી થઈ એ માટે આઈન્સ્ટાઈનનો આભાર માનવો રહ્યો.
 
મગજમાં મઘ્યમાં પરાઈટલ લોબ નામે એક ભાગ આવેલો હોય છે. ગાણિતિક અને તાર્કિક ક્રિયાઓ આ ભાગમાં થતી હોય છે. ૧૨૩૦ ગ્રામ વજન ધરાવતા આઈન્સ્ટાઈનના મગજમાં પરાઈટલ લોબનો હિસ્સો ૧૫ ટકા મોટો હતો. એટલે જ તેઓ ઝડપથી અને વિવિધ વિષયો પર વિચારી શકતા હતા. 
 
ગયા વર્ષે જ ફિલાડેલ્ફિયાના મટર મ્યુઝિયમની મેડિકલ લાયબ્રેરીમાં આઈન્સ્ટાઈનના મગજની ૪૬ જેટલી અત્યંત પાતળી સ્લાઈસ પ્રદર્શનાર્થે મુકાઈ છે. ૨૦થી ૫૦ માઈક્રોન (માથાના વાળની જાડાઈ ૧૦૦ માઈક્રોન હોય છે) જેવી પાતળી સ્લાઈસ જોવા માટે પહેલેથી જ તેને મેગ્નિફાઈન્ડ ગ્લાસ નીચે રખાઈ છે. 
 
આઈન્સ્ટાઈનના મોત પછી થોમસ હાર્વે નામના પેથોલોજિસ્ટે ઓટોપ્સી કરતી વખતે મગજ કાઢીને પોતાની પાસે રાખી લીધેલું. એ મગજનો ઉપયોગ ડો. હાર્વે સંશોધન માટે કરવા માગતો હતો. માટે મગજ લાંબો સમય સચવાઈ રહે એ હેતુથી મગજમાં ફોર્માલિન નામના રસાયણના ઈંજેક્શન મારી તેને બરણીમાં મુકી દેવાયું. ત્યારે જોકે બધાને ખબર ન હતી કે આઈન્સ્ટાઈનનું મગજ સંશોધન માટે ઉપલ્બધ છે. 
 
મહાવિજ્ઞાની આઈન્સ્ટાઈનનું મગજ પોતે સંશોધનનો વિષય રહ્યું છે. ૧૯૫૫માં મૃત્યુ પામ્યા પછી આઈન્સ્ટાઈનનું મગજ સંશોધન માટે કાઢી લેવાયેલું. એ મગજની તસવીર હવે એપલના આઈપેડ ધારકો ૯.૯૯ ડોલર (૫૩૦ રૂપિયા) ખર્ચીને મેળવી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો