visiter

શુક્રવાર, 26 ઑક્ટોબર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -8



351 ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી

352
શ્રીકૃષ્ણ અવસાન પામ્યા તે ભાલકાતીર્થ કયા જિલ્લામાં આવેલ છે ? Ans: જૂનાગઢ

353
નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ગીતાંજલીનો અનુવાદ કોણે કર્યો છે? Ans: કવિ કાન્ત

354
.. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી? Ans: રોલેટ એકટ

355
ગુજરાતની સૌથી મોટી નદી કઇ છે ? Ans: નર્મદા

356 ‘
નળાખ્યાનની રચનામાં મુખ્ય રસ કયો છે? Ans: શૃંગારરસ

357
કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન

358
સોમનાથ મંદિરની ટોચે ચઢાવવામાં આવેલા કળશનું વજન કેટલું છે? Ans: ૧૦ ટન

359
રંગભૂમિ ઉપર યુગલગીતોની શરૂઆત કોણે કરી? Ans: ડાહ્યાભાઇ ધોળશાજી

360
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? Ans: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

361
જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે? Ans: મહા ગંગા અભયારણ્ય

362
ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી ફિલ્ડમાર્શલ કોણ હતા ? Ans: જનરલ માણેકશા

363
કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ

364
ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? Ans: ૩૬૬૬ ફૂટ

365
ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? Ans: બી.આર.ટી.એસ

366
ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? Ans: વૌઠા

367 ‘
અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબકોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ

368
ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે? Ans: સરસ્વતી, બનાસ અને રૂપેણ

369
ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન કયાં અને કયારે અસ્તિત્વમાં આવી હતી? Ans: અમદાવાદ-.. ૧૮૯૦

370
સ્ત્રીઓ માટેનું સૌપ્ર૫થમ મેગેઝીનસ્ત્રીબોધકઇ સાલથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું? Ans: .. ૧૮૫૭

371
મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ? Ans: વડોદરા

372
ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ

373
ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? Ans: ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી

374 ‘
સિંહાસન બત્રીસીકોની કૃતિ છે? Ans: રમણલાલ સોની

375
અમદાવાદ રાઈફલ એસોસિએશનના સ્થાપક કોણ હતાં? Ans: ઉદયન ચીનુભાઈ બેરોનેટ

376
રમત - ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર

377
ગુજરાતી સાહિત્યમાંમાણભટ્ટકેગાગરિયા ભટ્ટતરીકે કોણ ઓળખાય છે ? Ans: પ્રેમાનંદ

378
ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપપ્રાગમહેલઅનેઆયના મહેલકચ્છના કયા શહેરમાં આવેલા છે? Ans: ભૂજ

379
દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે ? Ans: કાળી અને કાંપવાળી

380
ગીર અભ્યારણમાં જો સિંહ હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? Ans: પક્ષીસૃષ્ટિ

381
વનરાજ ચાવડાનો મંત્રી કોણ હતો? Ans: ચાંપો વાણિયો

382
અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા

383
ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? Ans: નટવરલાલ પંડયા

384
ગુજરાતના રાજય પ્રાણીનું નામ જણાવો. Ans: સિંહ

385 ‘
તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી .. ’ ના લેખક કોણ છે? Ans: સુન્દરમ્

386
બર્લિનમાં યોજાયેલ વિશ્વચેમ્પિયનશીપમાં ૨૦ કી.મી. વોક માટે કવોલિફાય કરનાર પ્રથમ ભારતીય રમતવીર કોણ છે ? Ans: બાબુભાઇ પનોચા

387
અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: .. ૧૪૧૧

388
ગુજરાતમાં અમદાવાદ ખાતે પહેલી લો કોલેજ સ્થાપનાર કોણ હતા? Ans: સર લલ્લુભાઇ આશારામ શાહ

389
ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી? Ans: સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર

390
વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે? Ans: ઉના

391
ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું? Ans: ઊંઝા

392
ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫

393
શેરબજારના નેપોલિયન તરીકે કયા સુરતી ઓળખાતા હતા? Ans: પ્રેમચંદ રાયચંદ

394
ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા

395
ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ? Ans: પશ્ચિમ

396 ‘
સંભવામિ યુગે યુગેના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે

397 ‘
બાના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? Ans: કસ્તુરબા ગાંધી

398
ડાંગમાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો ઉત્સવ કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ દરબાર

399
ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય બનેલીસિંહાસન બત્રીસીની વાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ

400
ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? Ans: ઝોંક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો