visiter

સોમવાર, 15 ઑક્ટોબર, 2012

જનરલ નોલેજ પ્રકરણ -2


   જનરલ નોલેજ પ્રકરણ -2


51 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

52
માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? Ans: અવંતિનાથ

53
સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કયારે અને કોણે કર્યો હતો? Ans: ૧૯૬૧, પંડિત જવાહરલાલ નહેરુ

54
દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? Ans: જુગતરામ દવે

55
ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: .. ૧૯૭૫

56
ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ? Ans: અંકલેશ્વર

57
હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન

58
પુરાણોમાં કઈ નદીનેરુદ્રકન્યાકહી છે ? Ans: નર્મદા

59
સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી

60
ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમ મોરારજી

61
ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી

62
ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? Ans: ગરબા

63
ભકત કવિ નરસિંહ મહેતાએસુદામાચરિત્રના પદો કયા સંસ્કૃત ગ્રંથને આધારે રચ્યાં છે? Ans: શ્રીમદ્ ભાગવત

64
વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામ આશ્રમ

65
હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતીક સમી બાબા લુલુઈની મસ્જિદ અમદાવાદમાં કયાં આવેલી છે ? Ans: જમાલપુર

66
શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત

67
કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન

68
સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? Ans: સુફિયાન શેખ

69
અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

70
કવિકાન્તનું મૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

71
ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓકાફીતરીકે પ્રસિદ્ધ થઇ છે ? Ans: કવિ ધીરો

72
ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: ઓકટોબર ૧૮૬૯, પોરબંદર

73
વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા

74
કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે ? Ans: સુરજબારી

75
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર

76
સાબરમતી નદી કયાંથી નીકળે છે ? Ans: રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી

77
ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા

78
ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ

79
ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ

80
ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઈતિહાસ સમયના હાથી અને એકશૃંગી જેવા પ્રાણીઓનાં અશ્મીઓ મળી આવ્યાં છે ? Ans: પીરમ બેટ

81 ‘
જયભિખ્ખુ પુરસ્કારગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

82
ગાંધીજીએ ગુજરાતની કઇ લડતનેધર્મયુદ્ધનામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ

83
ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી

84
નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ

85
ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ? Ans: અમરેલી

86
પ્રેમલક્ષણા ભકિતનું ઊંચું શિખર કયા કવિએ સર કર્યું છે? Ans: નરસિંહ મહેતા

87
ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ? Ans: ઝવેરચંદ મેઘાણી

88
ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ

89
રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ

90
નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ ( વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ

91 ‘
શાળાપત્રસામયિકના તંત્રી કોણ હતા? Ans: નવલરામ

92
ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં મોખરે છે ? Ans: અમદાવાદ

93
ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ

94
ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ,૯૬,૦૨૪ ચો.કિ.મી.

95
ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? Ans: વૌઠા

96
બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

97
ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તકપક્ષીજગતકોણે લખ્યું છે? Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

98 ‘
મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા

99
ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી

100
લંડનમાંઈન્ડિયન સોશિયોલોજીસ્ટઅખબાર કોણે શરૂ કર્યું હતું? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો