એપલ સામે ગૂગલની 'ક્રોમબૂક' મેદાનમાં
ગૂગલના નવા લેપટોપની કિંમત માત્ર રૃા. ૧૯ હજાર
લેપટોપમાં હાર્ડડિસ્ક ન હોવાથી ડેટા ગૂગલના સર્વરમાં સ્ટોર થશે
ગૂગલ હવે એપલ અને માઈક્રોસોફટને પછાડવા માટે માત્ર ૨૨૯ ડોલર (અંદાજે ૧૯,૭૭૬
રૃા.)ની કિંમતના લેપટોપ સાથે મેદાનમાં છે. ગૂગલે આ હળવા લેપટોપ સેમસંગની
સાથે મળીને તૈયાર કર્યા છે અને તેનો મુખ્ય હેતુ એપલ અને માઈક્રોસોફટના નવા
ટેબ્લેટના ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવાનો છે. ઉલ્લેખનીય છે કે એપલ તેના
સસ્તાં આઈપેડ ટેબ્લેટ બજારમાં મુકે તેવી શક્યતા છે ત્યારે આ 'લેપટોપ ફોર
સેવટીવન' એપલ પર ભારે પડશે તેવી ગૂગલને આશા છે.
ગૂગલનું સોફટવેર તેના ક્રોમ વેબ બ્રાઈઝર પર આધારિત છે. અન્ય ક્રોમબૂકની જેમ આ લેપટોપમાં હાર્ડડાઈવ નથી અને તેના સ્થાને લેપટોપ માહિતી ગૂગલના ઈન્ટરનેટ સર્વરમાં સ્ટોર કરે છે અને તે આગામી સપ્તાહની શરૃઆતમાં બ્રિટન અને અમેરિકા બજારમાં મુકાશે.
ગૂગલના ક્રોમ અને સેપ્સના વરિષ્ઠ ઉપપ્રમુખ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ગૂગલ માટે આ પગલું ઘણું મહત્ત્વનું છે. ટેબ્લેટની જેમ આ સસ્તી ક્રોમબૂક એઆરએમ તરીકે જાણીતી કોમ્પ્યુટર ચીપ ડિઝાઈન પર આધારિત હશે. એઆરએમ વીજળીનો બચાવ કરે છે અને બેટરીની આવરદા વધારે છે. હાર્ડડાઈવ અથવા હાર્ડડિસ્ક ન હોવાથી ગૂગલ તેના આ ડેટા સેન્ટરોમાં રાખેલા કોમ્પ્યુટર્સમાં ૧૦૦ જીબી સુધીનો ડેટા સ્ટોર કરવાની સુવિધા પણ આપશે.
જોકે સસ્તાં હોવા છતા હાર્ડડિસ્ક ન હોવાથી આ નવા લેપટોપ ગ્રાહકો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો