visiter

ગુરુવાર, 11 ઑક્ટોબર, 2012

ઉદ્યોગપતિ મૂકેશ અંબાણી સૌથી શ્રીમંત ભારતીય

 
- કુલ સંપત્તિ ૧૯.૩ બિલિયન ડૉલર

- ચીનની સંશોધન સંસ્થાનો સર્વે

નવી દિલ્હી તારીખ.11 ઓકટોબર, 2012


તા.૧૧ કુલ ૧૯.૩ બિલિયન અમેરિકન ડૉલર સાથે મૂકેશ અંબાણી દેશના સૌથી શ્રીમંત નાગરિક હોવાનું એક સર્વેમાં જાહેર કરવામાં આવ્યું હતું. જો કે સૌથી વઘુ શ્રીમંત ભારતીય લંડન સ્થિત લક્ષ્મી મિત્તલનું નામ લેવું પડે. એમની કુલ સંપત્તિ ૧૬.૯ બિલિયન ડૉલરની આંકવામાં આવી હતી.


ચીનની એક સંશોધન સંસ્થા હુરુનની ભારતના શ્રીમંતો વિશેની સર્વપ્રથમ યાદીમાં મૂકેશનું નામ ટોચપર મૂકાયું હતું. ત્યારબાદ ૧૨.૩ બિલિયન ડૉલર સાથે વીપ્રોના અઝીમ પ્રેમજી, ૮.૫ ડૉલરસ સાથે સન ફાર્માસ્યુટિકલના દિલીપ સંઘવી, ૭.૯ બિલિયન ડૉલર સાથે શાપુરજી પાલનજી એન્ડ કંપનીવાળા પાલનજી મિસ્ત્રી, ૭.૨ બિલિયન ડૉલર સાથે એસ્સાર ગુ્રપના શશી અને રવિ રુઇયા અને ૬.૯ બિલિયન ડૉલર સાથે ગોદરેજ ગુ્રપના અદી ગોદરેજનાં નામ હતાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો